નવી દિલ્હી: નિર્ભયા (nirbhaya case) ના દોષિત મુકેશ (Mukesh) ની અરજી પર આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સુનાવણી થઈ. મુકેશના વકીલ અંજના પ્રકાશે કહ્યું કે સુપ્રીમ કોર્ટ ધ્યાનમાં લે કે શું દયા અરજીનો નિકાલ લાવવામાં સમગ્ર પ્રક્રિયાનું પાલન થયું છે. તેમણે કહ્યું કે મારા ક્લાયન્ટનું માનવું છે કે હું બસ ચલાવી રહ્યો હતો પરંતુ મારા કારણે નિર્ભયાનો જીવ ગયો નથી. હું રેપમાં સામેલ નહતો. ફોરેન્સિક એવિડન્સ પણ મારી આ દલીલના પક્ષમાં છે. અંજના પ્રકાશે સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાનો હવાલો આપતા કહ્યું કે માનવી ચુકાદાઓમાં ભૂલ થઈ શકે છે પરંતુ જીવન અને વ્યક્તિગત આઝાદી સંબંધિત મુદ્દાઓને ધ્યાનપૂર્વક જોવાની જરૂર છે. આ ઉપરાંત મુકેશના વકીલ દ્વારા કોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે જેલમાં મુકેશનું શારીરિક શોષણ થયું. તેને કેસના અન્ય દોષિત અક્ષય સાથે શારીરિક સંબંધ બનાવવા માટે મજબુર કરાયો હતો. રામસિંહનું પણ શારીરિક શોષણ થયું હતું. રામ સિંહ આત્મહત્યા નહતી કરી પરંતુ તેની હત્યા થઈ હતી. વકીલે જણાવ્યું કે બંધારણ મુજબ જીવવાનો અધિકાર અને આઝાદી સૌથી મહત્વપૂર્ણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકવાદવાળુ કાશ્મીર દેશને આપી શકીએ નહી: પીએમ મોદી


તેમણે કહ્યું કે માફીનો અધિકાર કોઈની વ્યક્તિગત કૃપા નથી, બંધારણ હેઠળ દોષિતને મળેલો અધિકાર છે. રાષ્ટ્રપતિને મળેલા માફીના અધિકારને ખુબ જવાબદારીપૂર્વક પાલન જરૂરી છે. મુકેશના વકીલે કહ્યું કે ન્યાયિક ચુકાદાની સમીક્ષનો અધિકાર નથી પરંતુ મોતના મામલે તેમને બંધારણ હેઠળ સમીક્ષાનો અધિકાર છે. ગવર્નર અને રાષ્ટ્રપતિ દયા અરજીના મામલે પોતાના વિવેકનો ઉપયોગ કરતા નથી. મુકેશની દયા અરજી તથ્યો પર ધ્યાન અપાયા વગર, લોકતાંત્રિક રાષ્ટ્રમાં મનમાની રીતે ફગાવવામાં આવી છે. 


CM પદ માટે શિવસેના કેવી રીતે થઈ કોંગ્રેસ આગળ 'નતમસ્તક'?, અશોક ચવ્હાણે કર્યો ખુલાસો


મુકેશના વકીલે આપ્યો આ હવાલો
ઈરુરુ સુધાકર..આંધ્ર પ્રદેશના આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે એ બરાબર નક્કી છે કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા ક્ષમા શક્તિનો અભ્યાસ કે બિન અભ્યાસ, કોઈ પણ મામલો હોય ન્યાયિક સમીક્ષાથી બહાર નથી. 


કોર્ટે સ્વીકાર્યું કે કલમ 72 કે કલમ 161 હેઠળ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના આદેશની ન્યાયિક સમીક્ષા, કોઈ પણ કેસ હોય ઉપલબ્ધ છે અને તેમના આદેશ પર નીચે જણાવેલા આધારો પર પડકારી શકાય.


1. આ આદેશ વિવેકનો ઉપયોગ કર્યા વગર પસાર કરાયો છે.
2. આ આદેશ દુર્ભાવનાપૂર્ણ છે. 
3. આ આદેશ કોઈ પણ પ્રાસંગિત વિચારો પર પસાર કરાયો છે. 
4. પ્રાસંગિક સામગ્રીને વિચારથી બહાર રાખવામાંઆવી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...